સુરતઃ વિદેશોમાં ફાર્મમાં ઉગાડવામાં આવતા હાઇ પ્યોરિટીની શ્રેણીના હાઇબ્રીડ ગાંજા સાથે જહાંગીરપુરાના યુવા બિઝનેસમેનને નિયોલ ચેકપોસ્ટ પાસેથી ઝડપી લેવાયો હતો. આ યુવક પાસેથી રૂ. 29.94 લાખની કિંમતનો 998 ગ્રામ હાઇબ્રીડ ગાંજો મળ્યો હતો. આ યુવક બિન્ધાસ્ત આ જથ્થો સ્કૂલ બેગમાં સંતાડી મુંબઈથી સુરત સુધી લઈ આવ્યો હતો. 3 મકાનનો માલિક, ફ્રોઝન ફ્રૂટ્સનો બિઝનેસમેન અને જમીન દલાલ પિતાના કરોડપતિ પરિવારના દીકરાએ પહેલી ટ્રીપ મારી અને પકડાઈ ગયો.
સ્કૂલ બેગમાંથી 998 ગ્રામ હાઇબ્રીડ ગાંજો જપ્ત
આરોપી યુવકની સ્કૂલ બેગમાંથી 998 ગ્રામ હાઇબ્રીડ ગાંજો મળ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 29.94 લાખ થાય છે. 25 વર્ષીય આરોપી કેનિલ સિંગણપોરના નિશાળ ફળિયાનો વતની હોવાનું અને જહાંગીરપુરા કૈલાસધામ સોસાયટીમાં રહી ફ્રૂટ્સને સૂકવીને વેચતો હતો.