જામનગરઃ મેરઠમાં મુસ્કાન રસ્તોગીએ પોતાના પતિ સૌરભ રાજપૂતની હત્યા કરવાનો કેસ દેશભરમાં ચર્ચાસ્પદ છે. લોકો મુસ્કાન રસ્તોગી પર ફટકાર વરસાવી રહ્યા છે, ત્યારે જામનગરમાં પણ આવી જ ધૃણાસ્પદ ઘટના ઘટી છે, જેમાં પત્નીએ પ્રેમીને પામવા માટે પોતાના પતિને મોતને ઘાટ ઉતારી દીધો છે.
પ્રેમી સાથે મળી પતિની હત્યા
રિન્કલ મારકણા નામની મહિલાને અક્ષય ડાંગરિયા નામના યુવક સાથે પ્રેમસંબંધ હતા. રિન્કલનો પતિ રવિ મારકણા અડચણ હતો. પતિને રસ્તાથી હટાવવા પ્રેમી સાથે મળીને રિન્કલે હત્યાનું કાવતરું ઘડ્યું અને કાલાવડ હાઇવે પર વિજરખી પાસે બાઇક પર જઈ રહેલા રવિ મારકણાને કારથી કચડી દીધો હતો.
પરિજનોની ન્યાયની માગ
તપાસમાં આ અકસ્માત નહીં પણ હત્યાનો ખુલાસો થતાં પરિવારે ન્યાયની માગ કરી છે. મૃતકના સંબંધી પરેશ મારકણાએ કહ્યું કે, ‘મારો ભાઈ બાઇક લઈને આવતો હતો ત્યારે ફોર વ્હીલરે ટક્કર મારી હતી અને અકસ્માત થયેલો.’ જો કે ત્યારબાદ પોલીસે તપાસ કરતાં સામે આવ્યું કે, આ અકસ્માત જાણી જોઈને કરાયો છે, એટલે કે તે હત્યા છે.