મા રેવાને લોકસુખાકારી માટે મુખ્યમંત્રીની પ્રાર્થના

Wednesday 09th April 2025 06:07 EDT
 
 

ચૈત્રી મહિનામાં મા નર્મદાની પંચકોશી પવિત્ર પરિક્રમા શરૂ થાય છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રીએ નર્મદા મૈયાની પૂજા-અર્ચના કરી ગુજરાત અને દેશના નાગરિકોની સુખ-શાંતિ અને સમૃદ્ધિ તથા વિશ્વકલ્યાણ માટે મા રેવાને પ્રાર્થના કરી હતી. તેમણે અહીં નર્મદા મૈયાના પ્રાકૃતિક સૌંદર્યને નિહાળ્યું હતું અને નર્મદા મૈયાનાં દર્શન કર્યાં હતાં.


comments powered by Disqus