શામળાજીમાં ભગવાનને રૂ. 4.25 કરોડનો ત્રણ કિલો સોનાનો મુગટ ચઢાવાયો

Wednesday 09th April 2025 06:06 EDT
 
 

હિંમતનગરઃ રામનવમીએ યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિરે ભગવાન શામળિયાને ભક્તોએ આપેલા સુવર્ણદાનમાંથી રૂ. 4.25 કરોડનો 3 કિલોનો સોનાનો મુગટ ચઢાવ્યો હતો. અમદાવાદના કારીગરોએ આ મુગટ તૈયાર કર્યો હતો. મુગટમાં 700 ગ્રામ હીરાજડિત રત્નોમાં નવરત્ન સ્ટોન અને લેબગ્રોન હીરાનો સમાવેશ થાય છે.
9 રત્નો સાથે 3 મહિનામાં 10થી 12 કારીગરોએ ભગવાનનો મુગટ તૈયાર કર્યો હતો. કુંડલ અને મોરપિંચ્છ કલગીનો મુગટ તૈયાર કરવા માટે અંદાજે રૂ. 45 લાખ મજૂરી પેટે થયા હતા, જો કે સોની પરિવારે આ મજૂરી લીધી નહોતી. ભગવાનના મુગટ માટે જયપુર સહિત અનેક રાજ્યમાંથી સારા ડાયમંડ મગાવાયા હતા. સુવર્ણ મુગટમાં વચ્ચે વિષ્ણુ ભગવાનનું કમળ બનાવાયું છે, જેના માટે 9 રત્નોનો ઉપયોગ કરાયો છે. જેમાં પોના, માણિક, હીરા, પોખરાજ સહિત રત્નોનો સમાવેશ થાય છે.


comments powered by Disqus