આરોગ્ય મંત્રાલય-મેડિકલ કોલેજોના ભ્રષ્ટાચારના નેટવર્કનો પર્દાફાશ

Wednesday 09th July 2025 07:25 EDT
 
 

નવી દિલ્હીઃ દેશની વિવિધ ખાનગી મેડિકલ કોલેજો અને સ્વાસ્થ્ય મંત્રાલય વચ્ચેની સાંઠગાઠ અને ભ્રષ્ટાચારના એક મોટા નેટવર્કનો કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ દ્વારા પર્દાફાશ કરાયો છે. સીબીઆઈએ ભ્રષ્ટાચારના આ રેકેટમાં સામેલ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આઠ અધિકારીઓ સહિત કુલ 34 લોકોની સામે ફરિયાદ દાખલ કરી છે, જ્યારે હાલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચારનું આ રેકેટ વિવિધ મેડિકલ કોલેજોનું ઇન્સ્પેક્શન અને તેમની તરફેણમાં રિપોર્ટ તૈયાર કરી આપવા સાથે જોડાયેલું છે. આરોપીઓમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)ના પૂર્વ ચેરમેન ડી. પી. સિંઘ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, રાષ્ટ્રીય મેડિકલ કમિશન, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઓથોરિટીના અધિકારીઓ, મેડિકલ કોલેજના પ્રતિનિધિઓ અને વચેટિયાઓને સમાવેશ થાય છે.
સીબીઆઈની એફઆઈઆર મુજબ/સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, રાષ્ટ્રીય મેડિકલ કમિશન, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઓથોરિટીના અધિકારીઓ, ખાનગી, મેડિકલ કોલેજોના પ્રતિનિધિઓ અને વચેટિયાઓ દ્વારા મળીને આ આખુ નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું હતું. લાખો રૂપિયા લઇને અધિકારીઓ મેડિકલ કોલેજોને તેમને અનુકુળ આવે તેવા રિપોર્ટ સાથે આ સમગ્ર કૌભાંડ સંકળાયેલું છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જે આઠ અધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા છે તેમાં પૂનમ મીણા, ધર્મવીર પીયૂષ માલ્યાન, અનૂપ જાયસવાલ, રાહુલ શ્રીવાસ્તવ, દીપક, મનીષા અને ચંદન કુમારનો સમાવેશ થાય છે. આ અધિકારીઓએ જ ફાઇલો ફંફાળીને તેના ફોટોગ્રાફ્સ ખાનગી મેડિકલ કોલેજો સુધી પહોંચાડયા હતા.


comments powered by Disqus