ભુજઃ અંજારના ભારાપરસ્થિત હાજલ દાદાની જગ્યાએ કચ્છ આહિર સમાજની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં તમામ અઢાર વર્ણની અને આહિર સમાજની પ્રતિષ્ઠા જાળવવા સંગઠન, શિક્ષણ અને સહકાર પર ભાર મૂક્યો હતો. સભામાં સમાજના પ્રમુખ તેજાભાઈ રામાભાઈ કાનગડ બીજી વખત બિનહરીફ ચુંટાયા હતા. તેજાભાઈ કાનગડે જણાવ્યું કે, તેઓ સમાજના ઋણી છે અને જીવનભર સેવા કરતા રહેશે. શિક્ષણ હિમાયતી અરજણભાઈ કાનગડે યુવાનોને કોઈ એક વિષયમાં નિપુણ બનવા અનુરોધ કર્યો હતો. તેમણે બોર્ડની પરીક્ષા અને લગ્ન સમયગાળા વચ્ચે પૂરતું અંતર રાખવાની વ્યવસ્થા માટે અપીલ કરી હતી.