દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલામાં અનલોડિંગ કરીને નીકળેલા હોંગકોંગના જહાજમાં થોડી જ મિનિટોમાં બ્લાસ્ટ થતાં હડકંપ મચી ગયો હતો. આ ધડાકો થવા પાછળનું કારણ જાણવા એમએમડી દ્વારા તપાસ હાથ ધરાઈ છે. દરમિયાન સદભાગ્યે બ્લાસ્ટ બાદ કોઈપણ ક્રૂ મેમ્બરને ઇજા પહોંચી નથી. જો કે જહાજ એક તરફ નમી જતાં ભયનો માહોલ ફેલાયો હતો. પોર્ટ તંત્ર. કોસ્ટ ગાર્ડ અને મેરિટાઇમ રિસ્પોન્ડ કેન્દ્ર દ્વારા જહાજમાં રહેલા માસ્ટર સહિત 21 ચાઇનીઝ
ક્રૂ સભ્યોને સુરક્ષિત બહાર કઢાયા હતા.