આહવાઃ સામાન્ય રીતે આપણે એવું જ માનતા હોઈએ છીએ કે કાજુ તો ગોવામાં જ થાય, પણ ગુજરાતના ડાંગમાં વર્ષ 2002થી કાજુની ખેતીનો પ્રયોગ કરાયો છે. જે સફળ થતાં એકલા ડાંગમાં ખેડૂતો 12 લાખ કિલોનું કાજુનું ઉત્પાદન કરે છે. આ કાજુ પૈકી 60 ટકા કાજુ પ્રોસિંગ માટે મહારાષ્ટ્ર મોકલાય છે. કૃષિવિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ જણાવ્યું કે, સરકાર ડાંગમાં એક કરતાં વધારે પ્રોસેસિંગ યુનિટ શરૂ કરશે, જેમાં ખેડૂતોને ભાગીદાર બનાવાય તો તેમને પ્રતિકિલો 25 ટકા વધુ ફાયદો થઈ શકે.