કોંગ્રેસ નેતા લલિત વસોયાનો ગોપાલ ઇટાલિયા પર રૂ. 10 કરોડનો માનહાનિનો દાવો

Wednesday 09th July 2025 06:17 EDT
 
 

અમદાવાદઃ વિસાવદર પેટાચૂંટણીના પ્રચારના અંતિમ તબક્કામાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો હતો કે, ‘કોંગ્રેસના લલિત વસોયા, લલિત કગથરા તથા પરેશ ધાનાણીએ મને બદનામ કરવા પ્રયાસ કર્યો. લલિત વસોયાએ રૂ. 2 લાખ આપના તાલુકા સંગઠન મંત્રી હરદેવ વિકમાને આપ્યા અને મારા વિરુદ્ધ ખોટા આક્ષેપો કરતો વીડિયો બનાવવાનું કહ્યું હતું.’ આ આક્ષેપ બાદ હવે કોંગ્રેસ નેતા લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયાને માનહાનિ બદલ રૂ. 10 કરોડ ચૂકવવા નોટિસ પાઠવી છે.


comments powered by Disqus