ભુજઃ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે જવાહરનગરની અર્બુદા હોટેલના રૂમમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડતાં ડ્રગ્સના જથ્થા સાથે પંજાબના 2 શખ્સની ધરપકડ કરી છે. આરોપીઓમાં તરનતારણના ગુરદેવસિંઘ રેશમસિંઘ જટ અને ઈકબાલસિંઘ મુખત્યારસિંઘ લધડનો સમાવેશ થાય છે. તેમની પાસેથી 34.430 ગ્રામ હેરોઇન, મોર્ફિન અથવા કોકેઇન જેવા માદક પદાર્થો મળી રૂ. 17.21 લાખના ડ્રગ્સનો સહિત રૂ. 17.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

