ગાંધીનગર: ગુજરાતમાં મહિલા દૂધમંડળીની સંખ્યામાં 21 ટકાનો વધારો થયો છે. વર્ષ 2020માં આ મંડળીઓની અંદાજિત દૈનિક આવક રૂ. 17 કરોડ અને એ મુજબ વાર્ષિક આવક રૂ. 6,310 કરોડ હતી. છેલ્લાં 5 વર્ષમાં આ આંકડો વધીને 2025માં રૂ. 25 કરોડ પ્રતિ દિવસ થયો છે, જેના કારણે વાર્ષિક અંદાજિત આવક રૂ. 9 હજાર કરોડને પાર થઈ ગઈ છે, જે 43 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. ગુજરાત સરકારના આંકડા અનુસાર 5 વર્ષમાં મહિલા આગેવાની હેઠળની દૂધ સહકારી મંડળીઓની સંખ્યા 21 ટકા વધી 3764થી 4562 થઈ ગઈ છે. જ્યારે ગુજરાત કો.ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ અનુસાર દૂધ ખરીદી 2020માં 41 લાખ લિટર પ્રતિ દિવસથી વધી 2025માં 57 લાખ લિટર પ્રતિ દિવસ થઈ ગઈ છે.

