અમદાવાદઃ ગુજરાતમાં દીવ અને વેરાવળ વચ્ચે ઇસરોનું સ્પેસ સેન્ટર બનવાની તૈયારીઓ શરૂ થઈ છે. ઇસરો શ્રીહરિકોટા પછી ગુજરાતમાં દેશનું બીજું સૌથી મોટું અવકાશ મથક બનાવવા જઈ રહ્યું છે. ઇસરોના SAC ડાયરેક્ટર નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે, દેશનું બીજું સૌથી મોટું સ્પેસ સેન્ટર ગુજરાતમાં રૂ. 10 હજાર કરોડના રોકાણ સાથે બનાવાશે. ગુજરાત અવકાશ મથક કેન્દ્ર સરકાર-રાજ્ય સરકારના સહયોગથી વિકસાવવામાં આવશે. એસએસએલવી અને પીએસએલવી જેવા રોકેટ ગુજરાતનાં આ મહત્ત્વના સ્થળેથી છોડાશે.
ભારતીય અવકાશ સંશોધન સંગઠનનું હાલનું મુખ્ય રોકેટ લોન્ચ પેડ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતિષ ધવન અવકાશ કેન્દ્રમાં છે. અહીંથી જ ભારતે અત્યાર સુધીમાં ઘણાં ઐતિહાસિક મિશન લોન્ચ કર્યાં છે. ઇસરોના નવા સ્ટેશનથી ગુજરાત અવકાશ મિશન નીતિ મોટા આર્થિક અને તકનિકી લાભો પ્રદાન કરશે. એક્વોટરની ગુજરાતની નિકટતા અવકાશ પ્રક્ષેપણમાં ક્રાંતિકારીને વેગ આપશે.