સુરત શહેરની જીવાદોરીસમાન મા તાપીનો દરવર્ષે અષાઢ સુદ સાતમના રોજ જન્મોત્સવ ઊજવાય છે. આ વર્ષે પણ જન્મોત્સવ અવસરે તાપી નદીના વિવિધ ઘાટ પર વિશેષ આરતી કરાઈ. તાપી મૈયાના જન્મોત્સવના પાવન અવસરે કુરુક્ષેત્ર ઓવારા પર તાપી માતાને 1300 મીટરની ચૂંદડી અર્પણ કરાઈ. સુરતીઓ દરવર્ષે તાપીમૈયાના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરતા હોય છે અને તાપી નદીને ઘાટ પરથી ચૂંદડી અર્પણ કરી સાંજે તાપી માતાની પૂજા-અર્ચના અને આરતી કરી પ્રાગટ્ય દિનની ઉજવણી કરાય છે.