પેસિફિક મહાસાગર તરફ વસવાટ કરતાં દરિયાઈ પક્ષી માસ્કડ બુબી પોરબંદરનાં મહેમાન બન્યાં છે. આવાં પક્ષી ભાગ્યે જ પોરબંદરમાં જોવા મળે છે, ત્યારે આ 2 દરિયાઈ પક્ષી અશક્ત થતાં સારવાર માટે પક્ષી અભયારણ્ય ખાતે લવાયાં હતાં. સામાન્ય રીતે શિયાળાની શરૂઆત થતાં વિદેશી પક્ષી પોરબંદર જિલ્લાના મહેમાન બને છે, પરંતુ કેટલાંક પ્રજાતિનાં વિદેશી પક્ષી ઉનાળા દરમિયાન પણ પોરબંદર આવતાં હોય છે.

