જૂનાગઢઃ વિસાવદરમાં આપની બેઠક જળવાઈ રહેતાં ઉત્સાહિત અરવિંદ કેજરીવાલે અમદાવાદથી રાજ્યમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી. કાર્યકરોને સંબોધતાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વિસાવદરનું પરિણામ સેમિફાઇનલ જેવું હતું, હવે 2027ના ફાઇનલ મુકાબલામાં અને પછી મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં પણ આપ જીતશે.
કેજરીવાલે કહ્યું હતું કે, ગુજરાતના નાગરિકોને હવે આપના સ્વરૂપમાં નવો વિકલ્પ મળ્યો છે. ગુજરાતમાં પહેલા 30 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું અને 30 વર્ષ ભાજપે શાસન કર્યું છે, પરંતુ હવે તેમાં બદલાવ આવશે.

