અમદાવાદઃ નવસારીની 23 વર્ષીય મોડેલ અંજલિ વરમોરાએ 8 જૂને આપઘાત કર્યો હતો. પોલીસ તપાસમાં તેના મોબાઇલથી છેલ્લી વાત ફિયાન્સ ચિંતન સાથે થઈ હોવાનું જણાયું. મોડેલના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, ફિયાન્સ ચિંતને અંજલિને લગ્ન કરવાની ના પાડી હતી અને માનસિક ત્રાસ આપતો હતો. એટલું જ નહીં ચિંતન જાતિ બાબતે અપમાનિત કરતો હતો, જેના કારણે અંજલિએ આપઘાત કર્યો હતો. અઠવા લાઇન્સ પોલીસે અંજલિ વરમોરાની માતાની ફરિયાદ પર કાર્યવાહી હાથ ધરી છે.

