વડોદરાઃ રાજકોટ ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોના વીડિયો વાઇરલ કરવા અને ખંડણી માગવાના ગુનામાં યુ-ટ્યૂબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરાને પાસા હેઠળ વડોદરા જેલમાં ધકેલી દેવાયો છે. પોલીસ દ્વારા એટ્રોસિટી, ખંડણી અને બદનક્ષીકારક વીડિયો બનાવી વાઇરલ કરવાના વિવિધ ગુના આચરનારા બન્ની ગજેરા વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેક્ટરને મોકલાઈ હતી.

