મહેસાણાઃ વડનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આર્કિયોલોજિકલ મ્યુઝિયમમાં પ્રથમ માળે સીલિંગ તૂટી ગયાને માંડ 9 દિવસ થયા છે, ત્યાં ફરી ગ્રાઉન્ડ ફ્લોર પર શુક્રવારે સવારે એકાએક સીલિંગ ધડાકાભેર તૂટી હતી. મ્યુઝિયમ ચાલુ થવાના થોડા કલાકો પછી સીલિંગ પડી હોત તો મોટી હોનારત થાત. તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ ઘટના પર ઢાંપિછોડો કરવા કંતાન લગાવી દેવાયું. નિયામક અને સ્થાનિક ક્યુરેટર જણાવ્યું કે, ટેકનિકલ ઇશ્યૂના કારણે સીલિંગ તૂટી છે, એજન્સીને જાણ કરી દીધી છે. ઘટનાથી એજન્સીની કામગીરી પર સવાલો ઊભા થયા છે.

