દેવપોઢી અગિયારસના પાવન દિવસે માંડવી ખાતે આવેલા ઐતિહાસિક વિઠ્ઠલનાથજી મંદિરથી ભગવાન વિઠ્ઠલનાથજી નગરચર્યાએ નીકળ્યા હતા. ઝરમર વરસાદમાં ચાંદીજડિત પાલખીમાં નગરચર્ચાએ નીકળેલા ભગવાનના માર્ગમાં હજારો લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગાયકવાડ પરિવાર દ્વારા ભગવાનની પૂજા બાદ વરઘોડાએ પ્રસ્થાન કર્યું હતું. નોંધનીય છે કે, મંદિરના પૂજારીએ માંડવી રિનોવેશન માટે એક પગે ઊભા રહેવાનું આંદોલન કરતાં વરઘોડામાં મેયર સહિત એકપણ ભાજપ હોદ્દેદાર ન જોડાતાં ચર્ચાનો વિષય બન્યો છે.

