વાપીઃ વાપીના ડુંગરામાં 6 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી લઈ જઈ દુષ્કર્મ અને સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરનારા આરોપી રઝાકને કોર્ટે ફાંસીની સજા આપી છે. આ કેસમાં પોલીસે માત્ર 19 દિવસમાં 700 પાનાંની ચાર્જશીટ રજૂ કરી ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. ડુંગરી ફળિયામાં રહેતી મુસ્લિમ પરિવારની 6 વર્ષની બાળકી ઘરેથી અચાનક ગાયબ થતાં પરિજનોએ સાંજે ડુંગરા પોલીસને જાણ કરી હતી.
