નલિયા: કચ્છનો વિશાળ દરિયાકાંઠો આમ તો પ્રવાસીઓ માટે હંમેશાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે, પરંતુ અબડાસા વિસ્તારનો દરિયો રાજ્યના અન્ય તમામ કાંઠાવિસ્તારો કરતાં એક અલગ જ ભૌગોલિક વિશિષ્ટતા ધરાવે છે. હાલમાં ઋતુ પરિવર્તનની સાથે અબડાસાના દરિયાકાંઠે કુદરતનો એક અલૌકિક નજારો જોવા મળી રહ્યો છે. ચોમાસા દરમિયાન જે દરિયો રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને 8થી 10 ફૂટ ઊંચાં મોજાં સાથે ગરજતો હતો અને જેનાં પાણી કિનારાની હદ વટાવીને બહાર સુધી ફરી વળતાં હતાં, તે દરિયો હવે સાવ શાંત અને રમણીય બની ગયો છે.
ઓક્ટોબર માસ પૂરો થતાં જ દરિયામાં મોજાં અને કરંટનું જોર ઘટતાં તે કોઈ મોટા સરોવરની જેમ શાંતિથી હિલોળા લઈ રહ્યો છે. દરિયાની આ બદલાયેલી તાસીરને કારણે એક અદ્ભુત ઘટના આકાર લે છે.

