અમરેલીઃ અમરેલી એરપોર્ટ પર ફરી વિમાન દુર્ઘટના સર્જાતાં રહી ગઈ છે. અહીં સવારે ટ્રેનિંગ સેન્ટરનું એક વિમાન અચાનક રન-વે પરથી ઉતરી ગયું હતું. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વારંવાર બનતી આવી ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે. માહિતી મુજબ વહેલી સવારે અમરેલી એરપોર્ટ પર ટ્રેનિંગ ચાલી રહી હતી ત્યારે એક ટ્રેનિંગ પ્લેન રન-વે પર આવતાં જ અચાનક સ્લીપ થઈ ગયું હતું અને રન-વે પરથી નીચે ઉતરી ગયું હતું. જોકે પાયલોટનો બચાવ થયો હતો.
