ગાંધીનગરઃ ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે ગાંધીનગરની મુલાકાત દરમિયાન પોતાના શાળા સમયના શિક્ષકને મળ્યા હતા. માણસાની શાળામાં ભણાવતા 90 વર્ષીય શિક્ષક જીવણભાઈ ડી. પટેલને મળીને 27 મિનિટ સુધી બંનેએ જૂનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં. શાહ બાળપણથી જ ભણવામાં હોશિયાર હોવાનું અને તેમને બાલવાટિકાથી ધોરણ-8 સુધી અભ્યાસ કરાવવા તથા વધારાના વર્ગો પણ વિનામૂલ્યે લીધા હોવાનું જે.ડી. પટેલે જણાવ્યું હતું. શિક્ષકને મળવા ગયેલા અમિત શાહે ઘરની બહાર પગરખાં કાઢી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને શિક્ષકના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા.

