ભારતીય ઇતિહાસમાં 8 ડિસેમ્બરના દિવસનું વિશેષ મહત્ત્વ છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન આ જ દિવસ હતો, જ્યારે કચ્છના માધાપર ગામની 300 બહાદુર મહિલાઓએ જીવના જોખમે જે કરી બતાવ્યું હતું, તેની નોંધ આજે પણ સુવર્ણ અક્ષરે લેવાય છે. યુદ્ધ દરમિયાન પાકિસ્તાને ભુજ એરબેઝને નિશાન બનાવ્યું હતું. રનવેનું સમારકામ તાત્કાલિક કરવું જરૂરી હતું, જે કામ આ મહિલાઓ દ્વારા માત્ર 72 કલાકમાં કરી દીધું હતું.

