અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની બાજુમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બનવા સાથે સ્પોર્ટ્સ ક્ષેત્રે અનેક સુવિધા થકી કોમનવેલ્થ-2030ની યજમાની અમદાવાદને મળી છે, સાથે આગામી 2029માં દુનિયાભરના પોલીસ અને ફાયરબ્રિગેડ જવાનોની 13 જેટલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ સાથે ઓલિમ્પિક-2036 માટે અમદાવાદે તૈયારી કરી છે.
અમદાવાદની ત્રણ દિવસની મુલાકાતે આવેલા અમિત શાહે જણાવ્યું હતું કે, ‘વિશ્વના નકશામાં અમદાવાદ ખેલક્ષેત્રે અગ્રિમ સ્થાન મેળવી રહ્યું છે. આ જ તૈયારીના ભાગરૂપે ગુજરાતનાં અન્ય સ્થળોને પણ વિકસાવાઈ રહ્યાં છે, કે વિકાસ પામી ચૂક્યાં છે. ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક, એશિયાનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ, દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ હાઇવે સુરત-ચેન્નઈ હાઇવે ગુજરાતથી પસાર થઈ રહ્યો છે. દેશની સૌથી પહેલી ફાઇનાન્સ ટેક્સ સિટી - ગિફ્ટ સિટી અહી નિર્માણ પામી છે. પહેલી બુલેટ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ થવાની છે તથા પહેલી નમો રેપિડ રેલ ભુજથી અમદાવાદ વચ્ચે શરૂ થઈ છે.
આ પ્રસંગે અમિત શાહે હુંકાર ભરતાં કહ્યું હતું કે, મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી અને બિહાર બાદ હવે બંગાળ અને તામિલનાડુમાં પણ ભાજપની સરકાર બનશે.

