ગુજરાતનો પ્રથમ યુવાન, જેણે ડેફલિમ્પિક્સ બે મેડલ જીત્યા

Wednesday 10th December 2025 06:29 EST
 
 

સુરતઃ જાપાનના ટોકિયોમાં યોજાયેલા સમર ડેફલિમ્પિક્સ-2025 શૂટિંગમાં બે મેડલ જીતી સુરતના યુવકે ઇતિહાસ રચ્યો છે. જન્મથી જ સાંભળી ન શકતા મોહંમદ મુર્તઝા વાણિયા આ સિદ્ધિ મેળવનારો ગુજરાતનો પ્રથમ યુવાન બન્યો છે. ગુજરાત અને દેશનું નામ રોશન કરી પરત ફરેલા ખેલાડીનું સુરતમાં શાનદાર સ્વાગત કરાયું હતું. મોહંમદ મુર્તઝા વાણિયા રાઇફલ શૂટિંગમાં ઇન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ લેવલે અનેક મેડલ પોતાના નામે કરી ચૂક્યો છે. સુરતનો 19 વર્ષીય મોહંમદ વાણિયા જન્મથી સાંભળી શકતો નથી. ગતવર્ષે તેણે વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયન શિપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કર્યું હતું. હવે ટોકિયોમાં યોજાયેલા સમર ડેફલિમ્પિક્સમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ મેળવી ભારતનું નામ રોશન કર્યું છે. 19 વર્ષના મોહંમદ મુર્તઝા વાણિયાએ રાઈફલ શૂટિંગમાં ઇન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ લેવલ પર અત્યાર સુધીમાં 13 ગોલ્ડ, 11 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ જીત્યાં છે.


comments powered by Disqus