બનાસકાંઠાનાં સાંસદ ગેનીબહેન ઠાકોર શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં જન્મથી દિવ્યાંગ નાનાં બહેન ગંગાબહેનને લઈને પહોંચ્યાં હતાં. ગંગાબહેનની સંસદ ભવનનું કાર્ય જોવાની અને ખાસ કરીને પ્રિયંકા ગાંધીને મળવાની લાંબા સમયથી ઇચ્છા હતી. વિશ્વ દિવ્યાંગ દિવસના અવસરે ગેનીબહેને તેમની આ ઇચ્છા પૂરી કરી. સંસદ પરિસરમાં પ્રિયંકા ગાંધીએ ગેનીબહેન અને ગંગાબહેન સાથે ઉષ્માભરી મુલાકાત કરીને લાગણી અને કરુણા દર્શાવી હતી, જે દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા.

