રાજકોટઃ 9 માર્ચ 2025એ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાના તેના પિતા રતનલાલ જાટે આક્ષેપ કર્યા હતા. માર માર્યા બાદ રાજકુમાર જાટનો મૃતદેહ રાજકોટ-અમદાવાદ હાઇવે પર મળી આવ્યો હતો. આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઓફ ધ ફર્સ્ટ ક્લાસ કોર્ટે ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ બસચાલકનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે.

