વઢવાણઃ ઝાલાવાડ ટાગલિયા કળા દેશવિદેશમાં પ્રખ્યાત છે, જેને હવે જીઆઇ ટેગ મળી ચૂક્યો છે. આ ટાગલિયા કળાને સુરેન્દ્રનગરના કારીગરો હજુપણ સાચવી રહ્યા છે. વઢવાણ તાલુકાના ગામડાના કારીગરે બનાવેલો શર્ટ બોલિવૂડ સ્ટાર બ્રાડ પિટે પહેરીને ચારચાંદ લગાવ્યા હતા, જેને જીઆઇ ટેગ મળ્યો છે.
રાજકોટની મારવાડી યુનિ.માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ઔદ્યોગિક, આર્થિક તથા સાંસ્કૃતિક ક્ષમતાને વિશેષ રીતે ઉજાગર કરશે, જેમાં ટાંગલિયા કલા કેન્દ્રસ્થાને રહેશે. ગુજરાતની 700 વર્ષ જૂની હાથશાળ કલા - ટાંગલિયા ડોટેડ પેટર્ન માટે વિશ્વભરમાં જાણીતી છે. સુરેન્દ્રનગરના ડાંગાસિયા સમુદાય દ્વારા પેઢીદર પેઢી સંરક્ષિત રખાયેલી આ કળામાં તાણા-પેટામાં વધારાના દોરાને સૂક્ષ્મતા અને ચાતુર્યપૂર્વક ફેરવી વિવિધ ભૌમિતિક આકૃતિઓ વણી કઢાય છે.

