રાજકોટ શહેરમાં અટલ સરોવર અને સ્માર્ટ સિટી વિસ્તારમાં રવિવારે એર-શો યોજાયો હતો. આકાશગંગાની ટીમે શહેરથી 8000 ફૂટની ઊંચાઈથી સ્કાય ડાઇવિંગ કરીને અટલ સરોવરમાં ઉત્તરાણ કરતાં લોકો રોમાંચિત થયા હતા. સૂર્યકિરણ એરોબેટિક ટીમે તિરંગાનું ફોર્મેશન કર્યું, તેમજ લાઇટ જેટ ઊંધાં ચલાવી ડાઇવ કરાવીને અવનવાં સ્ટંટ તેમજ આકાશમાં વિશાળ હાર્ટની કૃતિ રચીને લોકોનાં દિલ જીતી લીધાં હતાં. એર-શોને જોવા માટે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ એકત્ર થયા હતા.

