ભાવનગરઃ ભારતનાં વિવિધ રાજ્યોમાં સાઇબર ફ્રોડમાં રૂ. 719 કરોડથી વધુની ઠગાઈ આચરી ચૂકેલી ટોળકીના 10 આરોપીને ભાવનગર સાઇબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે ઝડપી આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ટોળકીનો મુખ્ય આરોપી થોડા સમય પહેલાં જ દુબઈથી આવ્યો હતો. આ ગેંગ દુબઈ અને ચીનમાં બેઠેલા સાઇબર માફિયા પાસેથી ક્રિપ્ટોના વોલેટ લઈને ઠગાઈનાં નાણાં ચેક વિડ્રોઅલ, ઓનલાઇન એપ્સ, ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન તેમજ આંગડિયા પેઢી દ્વારા વિદેશમાં પહોંચાડતા હતા. આ કેસમાં 10 લોકોની ધરપકડ કરાઈ છે, જે પૈકી 2 બેન્કના કર્મચારી છે.

