વડોદરાઃ અમેરિકાના શિકાગોમાં રહેતા વડોદરાના વૃદ્ધની પુત્રએ માથામાં હથોડીના ફટકા મારીને હત્યા કરી. શિકાગોના સ્કામબર્ગમાં સાઉથ સલેમ ડ્રાઇવ ખાતે રહેતા 67 વર્ષીય અનુપમ પટેલની હત્યા પુત્રએ જ કરી હોવાનું ખૂલ્યું છે. લાંબા સમયથી પિતાને પુત્ર અભિજિત પટેલ સાથે વિવાદ ચાલતો હતો. પુત્રના વર્તન અંગે પિતાએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ પણ કરી હતી.
સ્થાનિક પોલીસ અને મીડિયાના જણાવ્યા અનુસાર અભિજિત પટેલે ઘરમાં ઘૂસી પિતાને માથામાં હથોડીના ઉપરાછાપરી ફટકા મારતાં તેઓ લોહીલુહાણ હાલતમાં સોફા પર ફસડાઈ પડતાં તેમનું મોત થયું હતું. ખુદ હત્યારા પુત્રે પોલીસને ફોન કરી આ અંગે જાણકારી આપી હતી. અનુપમભાઈને પુત્રના વર્તન અંગે અણગમો હતો. પુત્રથી ખતરો લાગતાં અનુપમ પટેલે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જેથી કોર્ટે તેને પિતાથી દૂર રહેવાની શરતે છોડ્યો હતો.

