શ્રી શક્તિ આદિવાસી ગર્લ્સ પાઇપર બેન્ડનો પ્રારંભ

Wednesday 10th December 2025 06:29 EST
 
 

અંબાજીઃ રાજ્ય સરકારના બાળવિવાહમુક્ત અભિયાન અને કેન્દ્ર સરકારના બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાનને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી શ્રી શક્તિ સેવા સંસ્થાન કેન્દ્ર-અંબાજી ખાતે ‘શ્રી શક્તિ આદિવાસી ગર્લ્સ પાઇપર બેન્ડ’નું લોકાર્પણ કરાયું. આ બાળકીઓ અગાઉ અંબાજીના ગબ્બર પર્વત પર ડુંગરિયાળ વિસ્તારમાં ભીખ માગતી હતી. સંસ્થાએ ‘ભીખ નહીં, ભણવા જઈએ’ના સંકલ્પ સાથે ભગિરથ કાર્ય કરીને આ દીકરીઓના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી તેમને સશક્ત બનાવી છે. 


comments powered by Disqus