સુરતના પારડીની એક સ્કૂલમાં મળેલા અત્યંત ઝેરી રસેલ વાઇપર સાપને બચાવવા જીવદયા ગ્રૂપના પ્રમુખ અલી અન્સારીએ અદ્ભુત સાહસ બતાવ્યું હતું. લાકડાના પાટિયા નીચે દબાઈ જવાથી સાપ લગભગ નિષ્ક્રિય થયો હતો, પરંતુ સર્પમિત્ર અન્સારીએ તેને બહાર કાઢી જ્યૂસની સ્ટ્રોની મદદથી સીપીઆર આપતાં સાપને નવજીવન મળ્યું.

