ભરૂચઃ ખાસ મતદારયાદી સુધારણા (સર)ની કામગીરી માટે હાલ ફોર્મને ઓનલાઇન ભરાઈ રહ્યાં છે. ભરૂચ સહિત રાજ્યભરમાં મધ્યાહન ભોજન, આંગણવાડી બહેનો અને શિક્ષકો કામગીરી કરી રહ્યા છે. એક મહિલા કર્મચારીએ જણાવ્યું હતું કે, સવારે 10 વાગ્યાની આસપાસ કચેરીમાં આવી જઈએ છીએ અને જ્યાં જગ્યા મળે ત્યાં બેસીને કામ કરીએ છીએ. જગ્યા મળે ત્યાં અમે ગાદલાં અને શેતરંજી પાથરીને બેસી જઈએ છીએ. રાત્રે 2 વાગ્યા સુધી ડિજિટલાઇઝેશની કામગીરી કર્યા બાદ ઘરે જઈએ છીએ.
