પાટણઃ લણવા ગામના 16 વર્ષના વિદ્યાર્થી અયાન પટેલે ખેડૂતો ટેક્નોલોજી સાથે ખેતીક્ષેત્રે પ્રગતિ કરે તેવા ઉદ્દેશ સાથે AI આધારિત સોલાર ઇરિગેશન રોવર મશીન બનાવી તેનો ઉપયોગ કરીને સંશોધન સફળ રહ્યું હોવાનું પુરવાર કર્યું છે. અયાને આ ટેક્નોલોજી આધારિત રોવર મશીન ખેતીક્ષેત્રે ખેડૂતોને સિંચાઈની સમસ્યા હલ કરવાની સાથે ઉત્પાદનમાં પણ ફાયદાકારક બની શકશે.
લણવા ગામનો 16 વર્ષીય વિદ્યાર્થી અયાન પટેલ અમદાવાદ ખાતે 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. અભ્યાસ દરમિયાન પ્રોજેક્ટરૂપે ખેતીમાં સિંચાઈના પ્રશ્નોને હલ કરવાના ઉદ્દેશ સાથે એક કંપનીના સહયોગથી AI આધારિત સોલાર ઇરિગેશન રોવરનું પ્રોટોટાઇપ બનાવ્યું છે. આ મશીન સૂર્યઊર્જા સંચાલિત છે, જે જમીનના ભેજ, પીએચ લેવલ, તાપમાન અને ફળદ્રુપતા માપીને ખેતરમાં ફક્ત જરૂરિયાત મુજબ પાણી અને ખાતરની માત્રા નક્કી કરી શકે છે. આ પ્રયોગ લણવાના કપાસનાં ખેતરોમાં યુવકે કરતાં સફળ રહ્યો હતો.