માધાપરઃ નાના યક્ષના મેળામાં યક્ષ મંદિરે રવિવાર સવારથી ગામડાના લોકો દર્શન કરી મેળાની મોજ માણતા જોવા મણ્યા હતા. જો કે બપોર બાદ ઝરમર વરસાદે મેળાના રંગમાં ભંગ નાખ્યો હતો. યક્ષ મંદિર માધાપરના ટ્રસ્ટી પ્રવીણભાઈ નંદુ, ચીમનભાઈ ગમારા, નરેશભાઈ શાહ-પ્રમુખ, મણિલાલ વીરા અને મુંબઈથી જૈનસમાજના આગેવાનો દરવર્ષે મેળામાં આવી આયોજનને આખરી ઓપ આપે છે. મેળામાં બે દિવસની પેડી કરવામાં આવે છે. રવિવારની પેડી મણિલાલ કાનજી વીરા અને સોમવારની પેડીના દાતા ચીમનભાઈ કરસનભાઈ ગમારા-રાજકોટ પરિવાર હતો. પેડીમાં 125 કિલો લાપસી - ખીર અને સૂકો પ્રસાદ યક્ષદાદાને ધરાવાય છે. જે પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે. રવિવારે રાત્રે ભક્તિસંધ્યા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજેશભાઈ પઢારિયાએ કલા પાથરી ભક્તિગીતો રજૂ કર્યાં હતાં.