અમરેલીની ખાંભા તુલસીશ્યામ રેન્જમાં ગેરકાયદે સિંહ દર્શન કરવા જતા 5 શખ્સો ઝડપાયા

Tuesday 10th June 2025 17:21 EDT
 
 

અમરેલીઃ ખાંભા તુલસીશ્યામ રેન્જમાં વનવિભાગે મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન મહત્ત્વની સફળતા મેળવી છે. કોદિયા વનવિભાગની વીડીમાં સિંહદર્શન માટે ગેરકાયદે પ્રવેશ કરનાર 5 શખ્સોને કાર સાથે ઝડપી લેવાયા હતા.
વનવિભાગે આ શખ્સો પાસેથી એડવાન્સ રિકવરી પેટે રૂ. 90 હજારનો દંડ વસૂલ કર્યો છે. આ કાર્યવાહીથી આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે. અગાઉ પણ વનવિભાગે પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશ કરનારા અનેક લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરી છે.
પકડાયેલા શખ્સોમાં ખાંભાના સલીમ દાઉદ સોલંકી અને મોહંમદ અલીભાઈ ચોકિયા તેમજ ભાવનગરના ફૈઝલ સતારભાઈ સેલોજ, જુનેદ રજાક શાહ અને નઇમ અલીભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે. વનવિભાગે આ તમામ શખ્સો સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ કાર્યવાહી કરી છે.


comments powered by Disqus