ઓસ્ટ્રેલિયામાં લાપતા થયેલા હળવદના મેરુપરના યુવાનનો મૃતદેહ મળ્યો

Tuesday 10th June 2025 17:10 EDT
 
 

મોરબીઃ હળવદ પંથકના આશાસ્પદ યુવાન જયદીપસિંહ અજિતસિંહ ડોડિયા ઓસ્ટ્રેલિયામાં લાપતા બન્યા બાદ તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. યુવાનના એક વર્ષ પૂર્વે જ લગ્ન થયાં હતાં. તે પત્ની સાથે સિડનીમાં રહેતો હતો. યુવકના મોતના સમાચાર મળતાં પરિવાર અને ગામ શોકગ્રસ્ત છે. યુવાનના મૃતદેહને પરત લાવવા કાર્યવાહી ચલાવી છે.
હળવદના મેરુપર ગામનો યુવાન જયદીપસિંહ ડોડિયા સાતેક વર્ષ પહેલાં સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયો હતો, ત્યારબાદ ભણી ત્યાં જ નોકરીએ લાગ્યો હતો. આ યુવાનના એક વર્ષ પહેલાં લગ્ન થયાં હતા, જેનાં ત્રણ મહિના બાદ પત્નીના વિઝા પણ થઈ જતાં પતિ-પત્ની બંને સિડની રહેતાં હતાં. 1 જૂને રાત્રે જયદીપ નોકરીએ જવા નીકળ્યો હતો, ત્યારબાદ ઘરે પરત ન ફરતાં તેની પત્નીએ 2 જૂને ત્યાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ 6 જૂને જયદીપના ઘરની પાસેથી નીકળતી નદીના કાંઠેથી જ તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો.


comments powered by Disqus