કચ્છના આરોગ્ય કર્મચારીના વ્હોટ્સએપનું સંચાલન પાકિસ્તાનથી થતું હતું

Tuesday 10th June 2025 17:24 EDT
 

અમદાવાદઃ કચ્છના સરહદી નારાયણ સરોવરમાં રહેતા અને આરોગ્ય વિભાગમાં હેલ્થ વર્કર તરીકે કાર્યરત્ સહદેવસિંહ ગોહિલની પાકિસ્તાન માટે જાસૂસી કરવા બદલ એટીએસએ ધરપકડ કરી હતી. એટીએસનાં સૂત્રોએ જણાવ્યું કે, સહદેવસિંહના વ્હોટ્સએપનું સંચાલન પાકિસ્તાનથી થતું હતું. અદિતિ નામથી સંપર્ક કરીને બે વર્ષમાં જ બીજા કચ્છી માડુને ફસાવી જાસૂસી કરાવનાર પાકિસ્તાની પુરુષ એજન્ટ અંગેની જાણકારી મેળવાઈ રહી છે. ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને કાશ્મીર સહિત દેશભરમાં સરહદી વિસ્તારમાં આઇએસઆઇનું જાસૂસી નેટવર્ક ધ્વસ્ત કરવા એજન્સીઓ સક્રિય બની છે. ગુજરાત એટીએસ દ્વારા હાલમાં પકડાયેલા સહદેવસિંહ અને અગાઉ પકડાયેલા નિલેશ નામના યુવકોની વિગતો કેન્દ્રીય એજન્સીઓને મોકલી અપાઈ છે. એટીએસએ મે મહિનાના અંત ભાગમાં કચ્છમાં કાર્યરત્ સહદેવસિંહ ગોહિલની ધરપકડ કરી હતી.


comments powered by Disqus