કઠિયારો યૂ-ટયૂબ જોઈને બંદૂક બનાવતા શીખ્યો: હથિયારની મિની ફેક્ટરી ઝડપાઈ

Tuesday 10th June 2025 17:13 EDT
 
 

હળવદઃ મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમને ગેરકાયદે હથિયારના વેચાણની બાતમી મળતાં ચીખલી ગામે મફતિયાપરામાં રહેતા આરોપી સલીમ કાદરભાઈ માલાણીને ઝડપી લેવાયો હતો. જેમાં તેના ઘરેથી બે બાર બોરની બંદૂક, બાર બોરની બંદૂકના 60 ખાલી કારતૂસ, ગન પાવડર, વેલ્ડિંગ મશીન, ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર, ડ્રીલ મશીન, લોખંડના છરા, ચાંદલિયાના રોલ સહિત રૂ. 19,070ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયો હતો.
બે બંદૂક અને 60 કારતૂસ બનાવ્યા હતા
ક્રાઇમબ્રાન્ચે પૂછપરછ કરતાં આરોપી લાકડાં કાપવાનો વ્યવસાય કરતો હોવાનું અને મોબાઇલમાં યૂ-ટ્યુબ પર વીડિયો જોઈ બાર બોરની સિંગલ બેરલ બંદૂક અને કારતૂસ બનાવી વેચતો હોવાનું કબૂલ્યું છે. છેલ્લાં બેથી ત્રણ વર્ષથી હથિયાર બનાવી રહેલા આ શખ્સે અત્યાર સુધીમાં 2 બંદૂક અને 60 કારતૂસ બનાવ્યા હોવાનું કબૂલ્યું છે. આ સિવાય જે લોકો હથિયાર લઈ ગયા તેમનાં હથિયાર પણ રિપેર કરતો હોવાનું કબૂલ્યું હતું. સલીમ સિંગલ બેરલ બંદૂકની કારતૂસ જાતે જ બનાવતો હતો. કારતૂસ બનાવવા માટે સલીમ ફૂટેલી કારતૂસમાં ગન પાઉડર, ફટાકડાના ગંધક તેમજ દેશી બાવળના લાકડાની રાખ ભરવાની સાથે લોખંડના છરા તેમજ ચાંદલિયા નાખી ઘાતક કારતૂસ બનાવતો હતો.


comments powered by Disqus