અમદાવાદઃ રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સોમવારથી મંગળવારના 24 કલાક દરમિયાન 129 અને તેના આગલા 24 કલાકમાં નવા 235 કેસ નોંધાયા હતા. આ સાથે ગુજરાતમાં મંગળવારની સ્થિતિ પ્રમાણે એક્ટિવ કેસની સંખ્યા 1109 પહોંચી ગઈ છે. હાલમાં 33 દર્દી સારવાર હેઠળ છે, જ્યારે 1096 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. બીજી તરફ કોરોનાથી સંક્રમિત 106 દર્દીને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં ગુજરાત આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયો છે. સૌથી વધુ કેસ કેરલમાં 2053, જ્યારે ગુજરાત 1109 કેસ સાથે બીજા ક્રમે છે.