જામનગરઃ દ્વારકામાં ગુરુવારે બપોરે ગોમતી નદીમાં 5 યુવતીઓ ડૂબી હતી. આ ઘટનામાં એક સગીરાનું મોત થયું છે, જ્યારે અન્ય 4 યુવતીને સારવાર માટે ખસેડાઈ હતી. મૃતક સગીરાની ઓળખ ભાગેશ્વરી વાઢેર તરીકે થઈ છે. આ તમામ યુવતીઓ જામનગરની હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ ઘટના બની ત્યારે એક ઊંટની સવારી કરાવનારી વ્યક્તિએ તરત જ પોતાના ઊંટને નદીમાં ઉતાર્યું હતું અને ડૂબતી યુવતીઓને બચાવી હતી. બાદમાં રેસ્ક્યૂ બોટ પણ મદદે આવી પહોંચી હતી. ત્યાં હાજર સ્થાનિકોએ રેસ્ક્યૂનો વીડિયો રેકોર્ડ કર્યો હતો.