સુઇગામઃ બનાસકાંઠાના સુઈગામ તાલુકાના સોનેથ ગામમાં વડીલોએ કોઠાસૂઝથી ગામના જ બે સક્ષમ ઉમેદવારોનાં નામની ચિઠ્ઠી બનાવીને નાની બાળકી પાસે ઉપડાવી હતી, જેમાં પ્રથમ ચિઠ્ઠીમાં સરપંચ ગંગરામભાઈ ચૌધરી અને બીજી ચિઠ્ઠીમાં ભેમાભાઈ ઠાકોર ડેપ્યુટી સરપંચ જાહેર કરાયા બાદ અબીલ-ગુલાલની છોળો વચ્ચે ગ્રામજનોએ શોભાયાત્રા યોજી રાજીપો વ્યક્ત કર્યો હતો. ગામના આશાપુરા ધામમાં ચૂંટણી માટે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા.