નવી દિલ્હીઃ ઇલોન મસ્કની કંપની સ્ટારલિન્ક ટૂંક સમયમાં ભારતમાં હાઇસ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરશે, જેના માટે જરૂરી લાઇસન્સ તેને મળી ચૂક્યું છે. સ્ટારલિન્ક ભારતમાં શરૂઆતમાં માત્ર 10 લાખ ગ્રાહકોને જ સેવા આપશે. કિટની કિંમત રૂ. 33 હજાર હશે, જ્યારે માસિક સબસ્ક્રિપ્શન રૂ. 3000થી 4200 વચ્ચે રહેશે.