ફિનલેન્ડના રાજદૂત કિમ્મો લાહદેવીર્તાએ 10 જૂને મંગળવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુબેચ્છા મુલાકાત લીધી. ઉલ્લેખનીય છે કે, ફિનલેન્ડમાં ગુજરાતના ઉદ્યોગ-રોકાણકારોને વેગ આપવા સાથે ફિનલેન્ડ અને ગુજરાત વચ્ચે એજ્યુકેશન, સસ્ટેઇનેબિલિટી અને ડેવલપમેન્ટ માટે પ્રયાસોને વેગવાન બનાવવા ફિનલેન્ડની કોન્સ્યુલેટ ઓફિસ અમદાવાદમાં કાર્યરત્ કરાઈ છે અને કુલીન લાલભાઈની માનદ કોન્સ્યુલેટ તરીકે નિયુક્તિ કરાઈ છે.