અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શનિવારે બપોરે ગૂજરાત વિદ્યાપીઠમાં એનએસએસની રાષ્ટ્રીય એકતા શિબિરનો શુભારંભ કરાવીને રાજભવન પરત જઈ રહ્યા હતા. આ સમયે તેમણે જૂનાવાડજ સ્મશાનગૃહ પાસે તેમનું અભિવાદન કરતાં બાળકોને ઊભેલાં જોતાં કાર ઊભી રખાવી હતી અને બાળકોને બોલાવી બિસ્કિટ્સ આપી ચર્ચા કરી હતી. રાજ્યપાલે તેઓ શું ભણે છે તેની પૃચ્છા કરી અને બાળકોને ઉચ્ચ અભ્યાસ કરવાની પ્રેરણા સાથે આશીર્વાદ આપ્યાં હતાં.