વાંસદાઃ કંડોલપાડાના ખેડૂત કાંતિભાઈ પટેલ ખેતીમાં અવનવી રીતો અપનાવી ખેતી કરે છે. તેમણે 5 વર્ષ પહેલાં થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, જકાર્તા, તાઇવાન જેવા અલગ-અલગ દેશોની 30 જાતની કેરીની કલમો મહારાષ્ટ્રથી મગાવી દોઢ વીઘાના ખેતરમાં રોપી હતી. આ તમામ 30 પ્રકારના આંબાને ઓર્ગેનિક અળશિયાનું ખાતર, લીમડાનો ખોળ, દિવેલી ખોળ તેમજ નિમ ઓઇલનો છંટકાવ કરી માવજત કરી હતી. બીજા દેશોની કેરીઓ અને અલગ આબોહવા હોવા છતાં તેમણે સફળ ખેતી કરી છે.

