વેરાવળના જલારામ મંદિરમાં ભીમ અગિયારસ પર્વ નિમિત્તે આંબા મનોરથનું આયોજન કરાયું હતું. મંદિરમાં પૂજ્ય જલારામ બાપાનાં ચરણોમાં ગીરની પ્રખ્યાત 301 કિલો કેસર કેરી ધરવામાં આવી હતી. મનોરથ માટે કેરીઓને બાપાનાં ચરણો અને પરિસરમાં સુંદર રીતે સજાવાઈ હતી. 5 કલાકની મહેનત બાદ જલારામ મંદિરમાં અલૌકિક શણગાર તૈયાર કરાયો હતો. ગુરુવારે રાત્રે મોટી સંખ્યામાં ભક્તોની હાજરીમાં ધૂન-ભજનની રમઝટ બોલાવાઈ હતી. ત્યારબાદ મહાઆરતી કરાઈ હતી. મંદિરના સેવકો મુજબ મનોરથમાં ધરાયેલી કેરીઓ બીજા દિવસે પ્રસાદીરૂપે ભક્તોને વિતરણ કરાઈ હતી.