હાલોલમાં ગીધો માટે દેશની પ્રથમ ઓપન રેસ્ટોરન્ટ બનશે

Tuesday 10th June 2025 17:39 EDT
 
 

હાલોલઃ નગરપાલિકા દ્વારા પાવાગઢની તળેટી અને જાબુંડી વિસ્તારમાં પાલિકાની જમીન પર રૂ. 15 લાખના ખર્ચે પ્રથમ ગીધ પક્ષી માટે ઓપન રેસ્ટોરન્ટનું નિર્માણ કરાશે. પંચમહાલ પાવાગઢ ડુંગર વિસ્તારમાં 2 વર્ષ અગાઉ વનવિભાગે ગીધ પક્ષીનો સરવે કરાયો હતો, જેમાં પાવાગઢ ડુંગર આસપાસ માત્ર 15 ગીધ હોવાની હકીકત સામે આવી હતી. ગીધની ચિંતાજનક ઘટતી વસ્તીને લઈ હાલોલ નગરપાલિકા ગીધ માટે ઓપન રેસ્ટોરન્ટ એટલે 20 મીટર ઊંચા ટાવરનું નિર્માણ કરશે.


comments powered by Disqus